જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો માહોલ છે, ત્યારે વછરાજ ધામ સમિતિ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રમાણે લોકોને દર્શન કરાવવામાં આવ્યાં હતા.

જામનગરમાં વછરાજ મંદિરે અષાઢી બીજની ઉજવણીવછરાજ ધામ સમિતિ દ્વારા શહેરમાં દર વર્ષે અષાઢી બીજના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. જો કે આ વખતે કોરોનાની મહામારી હોવાના કારણે લોકડાયરાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.જામનગરમાં વછરાજ મંદિરે કોવિડ-19 ગાઇડલાઈનને ધ્યાને લઇ અષાઢી બીજની ઉજવણીઅષાઢી બીજના દિવસે વછરાજ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીને કારણે લોકોની ભીડ એકઠી ન થાય તેનું વછરાજ સમિતિ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વછરાજ મંદિરે જે પણ દર્શનાર્થી આવી રહ્યાં છે, તેમને થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યાં છે, તેમજ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.