ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના લુંટના ગુના કામેના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને તિક્ષ્ણ હથિયાર સાથે પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ નાઓ તરફ્થી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન.ઘાસુરા નાઓના માર્ગદર્શન અને સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૯૪,૩૯૭,૧૧૪ મુજબના ગુના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી ઇકબાલ નુરમામદ કોરેજા રહે નાની ચિરઈ તા.ભચાઉ વાળો યશોદાધામના બસ સ્ટેશનમાં બેઠેલ છે.જે બાતમી હકીકત આધારે પડી રાઉન્ડ અપ કરી તેની અંગઝડતી કરતાં ભેઠમાંથી છરી મળી આવતાં હથીયારબંધી જાહેરનામાના ભંગ બદલ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ અલાયદી ફરીયાદ દાખલ કરી તેમજ સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ધોરણ૨ા૨ કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપી: (૧) ઇકબાલ નુરમામદ કોરેજા ઉ.વ.૩૦ રહે નાની ચિરઈ તા.ભચાઉ

 

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન.ઘાસુરાનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.