ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલો નંગ-૧૦૮ જેની કિ.રૂ ૪૦,૫૦૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકથી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન.ઘાસુરા તથા પોલીસ સ્ટાફના માણસો ના.રાઉન્ડમાં પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં ફરતા કરતાં ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે રોડ પર યશોદાધામના બસ સ્ટેશન પાસે આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હરી વેલા આહીર રહે.યશોદાધામ (નાની ચિરઈ) તા.ભચાઉ વાળો યશોદાધામની પાછળ આવેલ પોતાના કબ્જાની વાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી વેચાણ અર્થે રાખી સંતાડેલ હાલતમાં પડેલ છે.જે બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઈ ઝડતી તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
મુદ્દામાલ (૧) મેકડોવેલ્સ નં.૦૧ કલેક્શન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૧૦૮ કિ.રૂ.૪૦,૫૦૦/- કુલ કિ.રૂ: ૪૦,૫૦૦/-
આરોપી:- (૧) હરી વેલા આહી૨ રહે.યશોદાધામ (નાની ચિરઈ) તા.ભચાઉ
આ કામગીરી પોલીરા ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન.ઘાસુરા તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.