ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડૉ. નિમાબેન આચાર્ય

વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઇઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સુવિધા આપવામાં આવી

0000

ભુજ,શનિવાર

ભુજ શહેર ખાતે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યે વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઈઓની સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી હતી.

આ પ્રસંગે અધ્યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને સુરક્ષામાં વધારો કરીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લાગવાથી બહેનોની સુરક્ષામાં ખુબ જ વધારો થશે અને કોઈ પણ પ્રકાર ની સમસ્યાનું ઝડપથી નિરાકરણ થશે

આ તકે પોલીસ સ્ટાફ દ્વારા વોર્ડ નંબર પાંચના શહેરીજનો માટે સુરક્ષા માર્ગદર્શન રાખવામાં આવ્યું હતું

આ તકે નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેનશ્રી મનુભા જાડેજા, અગ્રણીશ્રી ડો.ભાવેશભાઇ આચાર્ય વોર્ડ નંબર પાંચના નગરસેવકો વેપારી ભાઈઓ તેમજ વોર્ડ નંબર પાંચના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જીતેન્દ્ર ભીલ