*સુડી ચપ્પા બનાવનારા કચ્છના રેહા નાના ગામના આર્ટિઝનો સાથે મુલાકાત કરતા રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા*
૦૦૦૦
ભુજ , શુક્રવાર:
આજરોજ સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કચ્છ જિલ્લાના રેહા નાના ગામે સુડી ચપ્પા બનાવનારા આર્ટિઝનો સાથે મુલાકાત કરી હતી.
રાજ્યમંત્રીશ્રી આર્ટીઝનોની મુલાકાત લઈને સુડી ચપ્પા સહિત સાધનોની કામગીરીને બિરદાવી હતી. આ સાથે રાજ્યમંત્રીશ્રીએ કેવી રીતે માર્કેટ વિકસાવીને વધુમાં વધુ પ્રોડક્ટનું વેચાણ કરી શકાય તે બાબતે આર્ટીઝનોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે આર્ટિઝનોને ટ્રેનિંગ આપવા બાબતે રાજ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત કિચન નાઈફ એસેસરીઝ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પહોંચે અને આર્ટિઝનોને વધુમાં વધુ રોજગારી મળે તે દિશામાં કામગીરી કરવા રાજ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.