ભુજના માધાપર પાસે અમલેટની હંગામી દુકાનમાં મધરાતે આગ ફાટી નીકળી
, ફાયર વિભાગે માંડ માંડ કાબુ મેળવ્યો ભુજ પાસેના માધાપરમાં ગત મધ્યરાત્રિએ એક અમલેટની હંગામી દુકાનમાં આગ લાગી ઉઠતા વિવિધ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. શહેરના જુના રેલવે સ્ટેશન રોડ પાસેની શક્તિ હોટેલ નજીક આગની આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો હતો. આગના પગલે ફાયર સાથે પોલીસ અને હોમગાર્ડ યુનિટ સહિતના તંત્ર આગ બુઝાવની કામગીરીમાં વ્યસ્ત બન્યા હતા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
આ કામગીરીમાં ફાયરના મહમદભાઈ જત અને સ્ટાફના લોકો જોડાયા હતા, તો પોલીસની એક નંબર મોબાઈલ તથા ભુજ શહેર હોમગાર્ડસના કમાન્ડિંગ ઓફિસર વારીશ પટણી તથા ગૌરંગ જોશી. અમન દનીચા, મુસ્તાક પઢીયાર, ફારૂક સમા સહિતના હોમગાર્ડ જવાનો પણ બનાવ સ્થળ પહોંચી આગ બુઝાવની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.