પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ
મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો કરવા સુચના આપેલ હોય જે આધારે એ.બી.પટેલ પોલીસ ઇન્સ્પેકટ૨ ગાંધીધામ એ- ડીવીઝન પોલીસ સ્ટેશનના માણસોને પ્રોહિબીશનના વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન ગાંધીધામ-ભચાઉ હાઇવે સમા હોટલ પાસેથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૦૧) મેક્ડોવેલ્સ નં.૧ વ્હીસ્કી ઓરીજીનલ ફોર સેલ ઇન પંજાબના માર્કાવાળી ૭૫૦ મી.લી. – બોટલ – ૧૦૮ કિમત – ૪૦.૫૦૦/- (૨) ફોક્સ વેગન કંપનીની જેટ્ટા ગાડી – ૧ કિમત – ૩.૦૦.૦૦૦/- કુલ કિમત – ૩.૪૦.૫૦૦/-
આરોપી – ફોક્સ વેગન કંપનીની જેટ્ટા ગાડીનો ચાલક
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ ની સાથે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે