*દિલ મારું પૂછે છે દોસ્ત તૂ ક્યાં જાય છે…???🌹🙏*

“””””””””””””””””””””””””””””

 

*દિલ પૂછે છે મારું ,*

*અરે દોસ્ત તું ક્યાં જાય છે ❓*

 

*જરાક તો નજર નાખ*

*સામે સ્મશાન દેખાય છે .*

 

*ના વ્યવહાર સચવાય છે ,*

*ના તહેવાર સચવાય છે .*

 

*દિવાળી હોય કે હોળી બધુ*

*ઓફિસ માં જ ઉજવાય છે*

 

*આ બધુ તો ઠીક હતું*

*પણ હદ તો ત્યાં થાય છે .*

 

*લગ્નની મળે કંકોત્રી ત્યાં*

*સીમંતમાં માંડ જવાય છે .*

 

*દિલ પૂછે છે મારુ ,*

*અરે દોસ્ત તું ક્યાં જાય છે ❓*

 

*પાંચ આંકડા ના પગાર છે ,*

*પણ પોતાના માટે પાંચ*

*મિનિટ પણ ક્યાં વપરાય છે ❓*

 

*પત્નીનો ફૉન ૨ મિનીટ*

*માં કાપીયે પણ કસ્ટમર*

*નો કોલ ક્યાં કપાય છે ❓*

 

*ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાયં ઘરે ક્યાં જવાય છે ❓*

 

*હવે તો ઘરના પ્રસંગો પણ*

*હાફ – ડેમાં ઉજવાય છે .*

 

*દિલ પૂછે છે મારુ ,*

*અરે દોસ્ત તું ક્યાં જાય છે ❓*

*કોઈ ને ખબર નથી*

*આ રસ્તો ક્યાં જાય છે ❓*

 

*થાકેલા છે બધા છતા ,*

*લોકો ચાલતા જ જાય છે .*

 

*કોઈક ને સામે રૂપિયા તો*

*કોઈક ને ડોલર દેખાય છે ,*

 

*તમેજ કહો મિત્રો શું*

*આનેજ જિંદગી કહેવાય છે ❓*

 

*દિલ પૂછે છે મારુ ,*

*અરે દોસ્ત તું ક્યાં જાય છે ❓*

 

*બદલાતા આ પ્રવાહમા*

*આપણા સંસ્કાર ધોવાય છે ,*

 

*આવનારી પેઢી પૂછશે*

*સંસ્કૃતી કોને કહેવાય છે❓*

 

*ઍક વાર તો દિલને સાંભળો ,*

*બાકી મનતો કાયમ મુંજાય છે .*

 

*ચાલો જલ્દી નિર્ણય લઇએ*

*મને હજુ સમય બાકી દેખાય છે .*

 

*દિલ પૂછે છે મારુ ,*

*અરે દોસ્ત તું ક્યાં જાય છે*❓

 

*જરાક તો નજર નાખ ,*

*સામે સ્મશાન દેખાય છે.*

 

*🪀ઉપયોગી માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઓ*

https://chat.whatsapp.com/L66900Gl90h5wOsmLnse1R