કચ્છમાં બે વર્ષમાં લેન્ડ ગ્રેજિંગની 1523 અરજી: ફરિયાદ માત્ર 129
રાજ્યમાં લેન્ડ ગ્રેલિંગ એક્ટ એટલે કે, જમીન પચાવી પાડવાના કાયદા અન્વયે કચ્છમાં અત્યાર સુધી 1523 અરજીઓ આવી વી છે. વર્ષ 2020માં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ અેક્ટ લાગુ કરાયો છે. કાયદા અન્વયે રૂ. 2000ની ફી ભરીને અોનલાઇન અરજી કરવાની હોય છે, જે અરજી કર્યા બાદ તેના 3 સેટ કલેક્ટર કચેરીએ જમા કરાવવાના હોય છે. ત્યારબાદ કલેક્ટર દ્વારા જે-તે પ્રાંત અધિકારીને તપાસ કરવા આદેશ કરાય છે. પ્રાંત કક્ષાઓથી તપાસ અહેવાલ આવ્યા બાદ જિલ્લા કક્ષાએ સમિતિ તે અહેવાલના આધારે પોલીસ ફરિયાદ નોંધાવે છે અને તેની જાણ સંબંધિત પક્ષકારોને પત્રથી કરે છે. જો કે, કાયદો લાગુ પડ્યા બાદ કચ્છની સ્થિતિની વાત કરીએ તો જિલ્લામાં અત્યાર સુધી 1523 ઓનલાઇન અરજીઓ થઇ છે, જેમાંથી 5 અરજીઓ સરકારી જમીન પરની દબાણને લગતી હતી. નવાઇની વાત એ છે કે, 1523 અરજીઓમાંથી અધધ 793થી વધુ અરજીઐ રદ કરી દેવાઇ છે જયારે
માત્ર 129 કેસમાં જ પોલીસ ફરિયાદ કરાઇ છે. સૂત્રો મુજબ જિલ્લા કક્ષાએથી એફઆઇઅ આર નોંધાયા બાદ મોટાભાગના કેસમાં સંબંધિત આરોપીઓ રાજ્યની વડી અદાલતમાંથી સ્ટે લઇ આવે છે. ગત મહિને કચ્છના અંદાજિત 30 લેન્ડ ગ્રેજિંગના કેસમાં હાઇકોર્ટે સ્ટે આપ્યો હોવાનું કહેવાય છે.