*ભારતીય શેરમાર્કેટની મૂલ્યવાન કંપનીનો તાજ રિલાયન્સે ગુમાવ્યો*

સાઉદી અરેબિયાએ વદ્યુ ઉત્પાદન કરીને ક્રૂડના ભાવ નીચે લાવવાની જાહેરાત કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેલબજારમાં હાહાકાર જોવા મળ્યો છે. ક્રૂડના ભાવ ઘટતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના વળતા પાણી જોવા મળ્યાં છે. ક્રૂડના ભાવમાં છેલ્લા 30 વર્ષનો સૌથી મોટો દૈનિક 30%નો કડાકો જોવા મળ્યો છે. ક્રૂડ પર નભતી કંપનીના માર્જિનમાં ભારે દબાણની આશંકાએ આજે ભારતની સૌથી મૂલ્યવાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં 10%નો મસમોટો કડાકો જોવા મળ્યો છે. આજના 10%ના કડાકા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ભારતીય શેરમાર્કેટની મૂલ્યવાન કંપનીનો તાજ ગુમાવ્યો છે.