વોટ્સએપ પર આવ્યું જબરદસ્ત ફિચર

આ નવા અપડેટમાં બે ફીચર્સ Search by Date અને ડ્રેગ એન્ડ ડ્રોપ ફાઈલ્સ રજૂ કરવામાં આવી છે. વોટ્સએપ અનુસાર, યુઝર્સ હવે કોઈપણ મેસેજને સરળતાથી સર્ચ કરી શકશે. આ માટે, વપરાશકર્તાઓ કોઈપણ એક તારીખે સીધા કેલેન્ડર દ્વારા જઈ શકશે. સર્ચ બાય ડેટ ફીચરનો ઉપયોગ ચેટ સર્ચની અંદરથી થઈ શકે છે.સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો અને પછી ચેટ વિન્ડો ઓપન કરો જેમાં તમે ચોક્કસ તારીખનો મેસેજ સર્ચ કરવા માંગો છો. આ પછી સર્ચ મેસેજ પર ટેપ કરો. અહીં તમે સર્ચ બારના જમણા ખૂણે એક કેલેન્ડર આઇકન જોશો.આ પછી યુઝર્સે કેલેન્ડર આઇકોન પર ટેપ કરવાનું રહેશે અને તમે કયા વર્ષ અને મહિના પર જવા માંગો છો તે પસંદ કરવાનું રહેશે. આ પછી યુઝર્સે Jump to date પર ટેપ કરવાનું રહેશે અને વોટ્સએપ યુઝર્સને તે ચોક્કસ તારીખના મેસેજ પર લઈ જશે.