*B-20 ઈનસેપ્શન મીટ: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે અડાલજની સુપ્રસિદ્ધ વાવની મુલાકાત લીધી*

જીએનએ ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને G-20 નું યજમાન પદ મળ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી G-20 ની સૌ પ્રથમ B-20 ઈનસેપ્શન મીટમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે ગાંધીનગરના અડાલજ સ્થિત સુપ્રસિદ્ધ રૂડાબાઈની વાવની મુલાકાત લીધી હતી.

મહાનુભાવો અહીંની સ્થાપત્ય કલાકારીગીરીથી પ્રભાવિત થયા હતા. આ B-20 ઇન્સેપ્શન મીટમાં સહભાગી થઈ રહેલા ડેલિગેશન્સના સભ્યોને અડાલજની વાવ ખાતે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડન્ટ શ્રી એ.એમ.વી. સુબ્રહ્મણીયમે આવકાર્યા હતા.

અહીં શરણાઈના સૂર સાથે મહાનુભાવોનું પરંપરાગત સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાતની હસ્તકલા કારીગરીથી પણ મહાનુભાવો માહિતગાર થયા હતા.

………..