ભુજ સ્મૃતિવન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વનું યોજાયું ગ્રાઉન્ડ રીહર્સલ
૦૦૦૦
જિલ્લા સમાહર્તાશ્રી દિલીપ રાણાએ સાંસ્કૃકતિક પ્રસ્તુેતિ
વધુ જાજરમાન બનાવવા આપ્યુંા માર્ગદર્શન


કચ્છ પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ૨૬ જાન્યુઆરીના લહરાશે તિરંગો

ભુજ, મંગળવાર:
૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાલકક્ષા ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડે રીહર્સલ યોજવામાં આવ્યુંો હતું. કચ્છ પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગો લહરાશે.
જિલ્લાઆ સમાહર્તાશ્રી દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચપાસ્ટી, સાંસ્કૃૃતિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્માસન સહિત બાબતોની સમીક્ષા કરી હતી તથા મુખ્યા કાર્યક્રમની તમામ તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.


આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃ‍તિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.
દેશભક્તિ ગીત ” હે જન્મભૂમિ ભારત હે”, સમુહ નૃત્ય ”હર ઘર તિરંગા”, અભિનય ગીત ”વંદન તુજે મા ભારતી”, રાસ ”રાણો અચિન્ધો”, દેશભક્તિ ગીત ”ભારત અનોખા હમારા હે ” તથા એનડીઆરએફની ટીમ દ્વારા નિદર્શન, ઉપરાંત બેન્ડર સુરાવલી સાથે ‘વંદે માતરમ’ પ્રસ્તુતત કરાયું હતું.


જિલ્લાએ સમાહર્તાએ ગ્રાઉન્ડર રીહર્સલ નિહાળ્યા બાદ તંત્રના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્થનળ પર માર્ગદર્શન આપ્યું હતું.


પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી સૌરભ સિંઘ, અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાધટુન અને અધિકારીગણ ઉપસ્થિલત રહયા હતા.
જિજ્ઞા વરસાણી