સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે યંગ ઈન્ડિયા રન/યુવા ભારત દોડ – મેરેથોનનું કરાયું આયોજન
જીએનએ જામનગર;: ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે યંગ ઈન્ડિયા રન/યુવા ભારત દોડ – મેરેથોન* નું આયોજન કરવામાં આવ્યું. ડી.કે.વી સર્કલથી આ રેલી શરૂ કરવામાં આવેલ, વિશાળ સંખ્યામાં યુવાનો રેલી માં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદ જી ને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પવનહંસ ના ડાયરેકટર અમીબેન પરીખ, રાજુ યાદવ, મધુભાઈ ગોંડલિયા, કિશનભાઇ માડમ, પરાગભાઇ પટેલ, ગોપાલભાઈ સોરઠીયા, બાબુભાઈ ચાવડા, ડિમ્પલ બેન રાવલ, યુવા મોરચા માં હરેન્દ્રસિંહ ગોહિલ દિલીપસિંહ જાડેજા વિરલ બારડ ચિંતન ચોવટીયા યતીન પંડ્યા કરશન ડેર મોહિત મંગી કુલદીપસિંહ જાડેજા મિલન વજાણી કરણ જોઈશર, પ્રતીક ઠાકર, નિખિલ હયારણ સહિત શહેર સંગઠન ના હોદેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા.