થેલેસમીયા ગ્રસ્ત બાળકો માટે રક્ત અને શહીદ સૈનિક માટે ફંડ અર્પણ કરતા શાળાના વાલીઓ-વિદ્યાર્થીઓ
જીએનએ અમદાવાદ: અમદાવાદ નવા વાડજના ભીમજીપૂરા ખાતે આવેલ નિમા વિદ્યાલય સંકુલમાં, નવદીપ વિદ્યાલય દ્વારા રવિવારે શાળાના સંસ્થાપક સ્વ. શ્રી ચીમનભાઈ એસ પટેલ સાહેબના સ્મરણાર્થે “બ્લડ ડોનેશન” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન શહેરના થેલેસેમીયા’ ના રોગથી પીડાતા બાળકોને સહાય કરવાના ઉમદા હેતુથી આવા સમાજ ઉપયોગી થાય તે માટે આયોજન કરવામાં આવેલ. તેમાં કુલ- ૧૦૩ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવેલ તથા આ પ્રસંગે દેશના શહિદ સૈનિકો માટે ૧,૫૦,૦૦૦/- જેટલા દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
અમદાવાદ શહેરના જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એમ.ચૌધરી સાહેબ અને બોર્ડ મેમ્બર શ્રી ધીરેનભાઈ વ્યાસ સાહેબ ધ્વારા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવેલ તેમજ અમદાવાદ શહેરના આચાર્ય સંઘના હોદેદારો તથા આચાર્યશ્રીઓએ પ્રેરક હાજરી આપી તથા વાલીઓએ
સાથ સહકાર આપી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.