કચ્છ ના સફેદ રણ જેવા ભચાઉ ના સામખિયાળીના લોકો ને પ્રદુષણ થી ઓતપ્રોત કરનારી કંપનીઓ ને કોણ લગામ લગાવશે?

ગુજરાત સરકાર ની કોઈ પણ ડર ભય વગર બે ખોફ કેટલીક કંપનીઓ લોકો ના સ્વાસ્થ સાથે ખિલવાડ કરતી હોવાની ચચૉ ટોક ઓફ ધ ટાઉન બની છે કયા અધિકારીઓ કયારે પોતાના અધિકારો એ આવી કંપનીઓ પર અંકુશ કરશે તે પશ્ર્ન છે

ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આવેલ અનેક નાના મોટા એકમો દ્વારા જીપીસીબીના નિયમોને નેવે મૂકીને કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે એવુ લોક ચર્ચાઓ અને તસ્વીર મા દ્રશ્ય થી દેખાઈ રહ્યુ છે શું આવા દ્રશ્ય જોઈને તંત્ર તપાસ કરશે ? કે પછી લોકો આસ પાસ આવી રીતે જ હેરાન પરેશાન થશે . ત્યારે જીપીસીબી દ્વારા કોઈ પગલાં લેવાના ન હોય એવું જોવા મળી રહ્યું છે

આ કંપનીઓને કોઈનો ડર જ નથી ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કંપનીઓને છાવરી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે.