આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયો તણાવ મુકત શિક્ષણ સેમિનાર
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છેલ્લા 40 વર્ષ માં 180 જેટલા દેશો માં કર્યા કરી રહી છે જે સંસ્થા ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી, વિભિન્ન ક્ષેત્ર માં વિકાસ માટે ના પ્રોગ્રામ થતાં હોય છે ત્યારે ભુજ ખાતે DIET કૉલેજ ના બી એડ ના વિદ્યાર્થીઓ માટે એક પાવરફુલ સેમિનાર- તણાવ મુક્ત શિક્ષણ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને તેઓ બહાર નીકળી સમાજ મા બાળકો ના ભવિષ્ય માટે શું બેસ્ટ કરી શકે છે અને તેના માટે શિક્ષકો ની અંદર શું જરૂરી છે
અને તે કઈ રીતે પ્રાપ્ત કરવું તેની પ્રક્ટિકલ પ્રવૃત્તિ દ્વારા શીખવામાં માં આવેલ હતું. શિક્ષક પોતે તણાવ થી મુકત રહી શકે પોતાના કામ ને વધુ સારી રીતે કરી સકે તે માટે નો સેમિનાર કચ્છ ના યુવા પ્રશિક્ષક અક્ષય કચ્છી દ્વારા વિસ્તાર પૂર્વક તેમજ અવનવી રીતે સમજાવી હતી તેમજ કચ્છ ના છેલ્લા 22 વરસ થી સંસ્થા સાથે જોડાયેલ નરેન્દ્ર કચ્છી દ્વારા શ્વાસ અને શાંત મન નો પાવર ઉપયોગ કરવાનો પ્રયોગ કરાવેલ હતું દરેક ને ખુબ સુંદર અનુભવો થયેલ હતા. કચ્છ માં કોઈ પણ સ્કૂલ પોતાના શિક્ષકો માટે પ્રોગ્રામ કરવાની ઈચ્છા હોય તેઓ પ્રોગ્રામ નું આયોજન નિ:શુલ્ક કરી સકે છે અને આ માટે ગવર્મમેંત પ્રોજેક્ટ કો ઓડીનેતિર નરેન્દ્ર કચ્છી ૯૪૨૯૧૯૮૯૫૧ નો સંપર્ક કરી સકે છે અને સાથે મળી એક સુંદર સમાજ નું નિર્માણ કરી શકીએ છીએ. આ પ્રોગ્રામ ના સુંદર આયોજન માટે સંજય ભાઈ ઠાકર તેમજ દક્ષાબેન ગોર તેમજ અન્ય સ્ટાફ નો ખુબ જ સુંદર સહકાર મળ્યો હતો.