ગુજરાતઃ BSFએ નડાબેટ સરહદેથી પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

ભારતીય વિસ્તારમાં પ્રવેશવાનો કરી રહ્યો હતો પ્રયાસ

 

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ગુજરાત ફ્રન્ટિયર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ઘૂસણખોરને સોમવારે પકડવામાં આવ્યો હતો. તે પાકિસ્તાનના નગરપારકર તહસીલના પુનવા ગામનો રહેવાસી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સતર્ક બીએસએફના જવાનોએ પાકિસ્તાની નાગરિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને આગળ ભારતીય વિસ્તારમાં પ્રવેશતા જોયા હતા.

 

BSFએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની નડાબેટ સરહદ પાસે સરહદી વાડ ઉભી કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.