સેનામાં અંગ્રેજોના જમાનાના ગુલામીના પ્રતીકો હટશે
75 વર્ષની આઝાદી બાદ સેનાની ત્રણેય પાંખમાં બિનજરૂરી પ્રતીકો, પ્રથાઓ, પ્રક્રિયાઓ હટાવવા કવાયત
પરાધિનતાના પ્રતીકો, પરંપરાઓ અને પ્રક્રિયાઓને ત્રણેય સેનામાંથી હટાવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ પહેલ કરવામાં આવી રહી છે, જેની ઓળખ કરવાની કવાયત સેનાએ કરી દીધી છે, જે અંગ્રેજી સેનાના વારસાથી ચાલી આવી રહી છે. આ વારસાને કાં તો ખતમ કરી દેવાશે અથવા તેને ભારતીય સ્વરૂપમાં બદલી નાંખવામાં આવશે.
જયોર્જ ક્રોસ હટી ચૂકયો
તાજેતરમાં વડાપ્રધાને આ કડીમાં સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને લોન્ચ કર્યું તો સેન્ટ જયોર્જ ક્રોસને હટાવી છત્રપતિ શિવાજીનું પ્રતીક લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સેનામાં આવા પ્રતીકો હટાવવાની પહેલ થઈ હતી.
લેફટનેન્ટ જનરલ (નિવૃત) રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આઝાદી બાદ સેનાઓનું ઘણું ભારતીયકરણ થયું છે. જરૂરી હશે તો આગળ પણ ફેરફાર કરવામાં આવી શકે છે. નૌસેનાના પ્રમુખ એડમિરલ આર.હરિકુમારે જણાવ્યું હતું કે નૌસેનાએ બિનજરૂરી કે જૂની પ્રથાઓ, પ્રક્રિયાઓ અને પ્રતીકોની ઓળખ કરી રહી છે, જેને બંધ કરવામાં આવી શકે છે કે આધુનિક વાસ્તવિકતાને અનુરૂપ સંશોધન કરી શકાય છે.