એકતાનો સંદેશો અને સરદાર સાહેબના વિચારો દેશ અને દુનિયા સુધી પહોંચે તે માટે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા બનાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના
દર્શન કરી ધન્યતા અનુભવતા ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક
(કેવડિયા જંગલ સફારી પાર્ક) ની પણ લીધેલી મુલાકાત

ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે દ્વિ-દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. મંત્રી સાથે તેમના પરિવારજનો પણ જોડાયા હતા.
મંત્રી કૌશિકભાઇ પટેલે ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. તેમણે પ્રોજેક્શન મેપીગ લેસર-શો પણ રસપૂર્વક નિહાળીયો હતો.

આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબે અને બી.એસ.પટેલે મંત્રીને સરદાર સાહેબની પ્રતિમાના સ્મૃતિચિન્હ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની કોફી ટેબલ બુક સ્મૃતિરૂપે એનાયત કર્યા હતા.

મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરીને હું ખુબ જ ખુશ છું તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એકતાનો સંદેશો અને સરદાર સાહેબના વિચારો દેશ અને દુનિયા સુધી પહોંચે તે માટે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા બનાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

મંત્રી કૌશિકભાઈ પટેલે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી લીધેલી મુલાકાત અગાઉ પ્રાયોગિક ધોરણે ખુલ્લુ મુકાયેલુ ૩૭૫ એકરમાં ફેલાયેલા વિશ્વકક્ષાના સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (કેવડિયા જંગલ સફારી પાર્ક) મા વાઘ, સિંહ, દિપડો તેમજ પક્ષીઘરમા આઇવીશ, સ્ટાર્ક, પોલીકેન, ડકપેન અને ઓસ્ટ્રેલિયા થી અલ્પકા, લામ, ઓરેકસની જંગલ સફારી પાર્કના ગાઇડ શ્રી નીકિતભાઇ ઠાકરે વિસ્તૃત જાણકારી પણ પૂરી પાડી હતી.

આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટના નાયબ કલેકટર બી.એસ.પટેલ, પ્રોટોકોલના નાયબ કલેક્ટર બી.એસ.અસારી, તિલકવાડા તાલુકાના પ્રાંત અધિકારી જનમ ઠાકોર વગેરે મંત્રીની સાથે જોડાયા હતા.