નેવી દિવસની ઉજવણી:આ છે દરિયાઈ સીમા પર બાજ નજર રાખતા નેવીના જાંબાઝ ડોનીયર વિમાન.
જીએનએ પોરબંદર: ભારતીય નેવીના બે દિગ્ગજ બાજ ડોનીયર વિમાન જે પોતાની નજરોથી દુશ્મનને ભાગવાની તક નથી આપતા જે નેવીની આન બાન અને શાન છે..
4 ડિસેમ્બર નેવી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ભારતની સમુદ્રી સીમાની રક્ષા કરતા ભારતીય નૌકાદળના જહાજો ની સાથે સાથે આકાશ માર્ગે પણ દુશ્મનના પળપળની ગતિવિધિઓ પર બાજ નજર રાખતા ડોનીયર વિમાનો કોઈ ઓછા ઉતરે તેવા નથી. 10 થી 12 મોટા જહાજો, હેલિકોપટર્સ, ફાઇટર વિમાનથી સજ્જ ભારતીય નૌકાદળ સમુદ્રી સીમમાં ઘૂસતા દુશ્મનોને ખાદેડવા સક્ષમ અને સજ્જ છે. ડોનીયર એરક્રાફ્ટ જે આખા એરેબિયન દરિયામાં ઉડતું રહે છે અને પોતાના સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખી નિગરાની કરે છે. કોઈ પણ દેશવિરોધી ગતિવિધિઓની જાણકારી તાત્કાલિક પ્રાપ્ત કરી આગળની કાર્યવાહી કરવા માટે માહિર છે આ ડોનીયર એરક્રાફટ. દરિયાઈ સીમા સાથે સાથે અકાશમાર્ગ સાથે પણ જોડાઈને સતત તમામ એજન્સી સાથે સહકાર અને સંગઠન દ્વારા તેઓ ભારતની દરિયાઈ સીમાની રક્ષા કરવા સજ્જ જોવા મળે છે. પોરબંદર ખાતેના નેવલ એર એનકલેવના ઇન્ચાર્જ અધિકારી
કોમોડોર વિશાલ રોયએ વિગત આપી જણાવ્યું હતું.