અમેરિકામાં ઉંદરો મારવાની નોકરી, પગાર સાંભળી તમે ચોકી જશો!!!!!!
ન્યુયોર્ક શહેરમાં ઉંદરોની વસ્તીમાં 70 ટકાનો વધારો થયેલો

ન્યુયોર્ક શહેરમાં ઉંદરો એક મોટી સમસ્યા છે, તેને દૂર કરવા ન્યુ યોર્ક શહેર ઉંદરોને મારવા માટે એક નોકરી બહાર પાડી છે. આ નોકરીનો પગાર ભારતની મોટી સરકારી નોકરીઓ કરતા પણ  વધારે છે. ન્યુ યોર્કમાં ઉંદરોની સમસ્યા કંઈ નવી નથી. 18મી સદીથી અહીં મોટી સંખ્યામાં ઉંદરોની સમસ્યા જોવા મળે છે. આ ઉંદરો મોટી સંખ્યામાં અહીં રોગ ફેલાવે છે.

ન્યૂયોર્કના મેયરે તે સમસ્યાના ઉકેલ માટે એક નોકરી બહાર પડી છે. રોડેન્ટ એ વિજ્ઞાનનો શબ્દ છે, જેમાં ઉંદર અને ખિસકોલી જેવા અનેક પ્રાણીઓ આવે છે. અહીં ઉંદરનો જ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના દ્વારા કહેવાયું છે કે, ઉંદરોની સમસ્યાને દૂર કરનાર ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ માટે $1.20 લાખથી $1.7 લાખનો પગાર મળશે. નોકરીની સૂચના જણાવે છે કે અરજદારોમાં જંતુઓ પ્રત્યે ઉત્સુકતા હોવી જોઈએ. તેની પાસે ઉંદરોને મારવાની વૃત્તિ હોવી જરૂરી છે.

ઉંદરોથી થઇ રહી છે સમસ્યા
આ નોકરી એવા સમયે બહાર પાડવામાં આવી છે જ્યારે લોકોને મોટા પાયે ઉંદરોથી સમસ્યા ઉદ્દભવી રહી છે. જો બે વર્ષ પહેલાની સરખામણી કરવામાં આવે તો 2022ના ઓગસ્ટ મહિનામાં ઉંદરોની વસ્તીમાં 70 ટકાનો વધારો થયેલો જોવા મળે છે.

બે ગણી જેટલી વધી ઉંદરની વસ્તી
આ સાથે નવો નિયમ પણ બહાર પાડવામાં આવ્યો છે કે રાત્રે 8 વાગ્યા પછી ફૂટપાથ પર કચરો ફેંકનારા મકાનમાલિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. કચરો ઉપાડવાનો સમય સાંજે 4 વાગ્યા પછીનો રહેશે. મેયરે કહ્યું હતું કે, ‘મેં આ પહેલા પણ સ્પષ્ટ કર્યું છે. હું ઉંદરોને ધિક્કારું છું અને અમે કેટલાક ઉંદરોને મારી નાખવાના છીએ.’  એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે ન્યૂયોર્કમાં કુલ લોકોની સંખ્યા કરતાં ઉંદરોની વસ્તી બમણી છે. અહીં લગભગ 1.8 કરોડ ઉંદરો છે.