દેડીયાપાડા, સાગબારા તાલુકાના કોરોના કેર સેન્ટરની ધારાસભ્યએ મુલાકાત લીધી.
સરકારી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને તાત્કાલીક ધોરણે સારવાર મળી રહે તેવી સૂચના આપી.
રાજપીપળા, તા. 8
હાલ નર્મદામાં કોરોનાના કેસો વધી રહ્યા છે.અને રોજેરોજ મોતના આંકડા પણ વધી રહ્યા છે.ત્યારે તેને કંટ્રોલ કરવા તંત્ર સફળ થતું નથી. ખાસ કરીને દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પણ કોરોના ના કેસો વધ્યા છે.અને લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા કોરોનાના દર્દી ઓને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે હેતુથી દેડીયાપાડા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, કૃષિ ઈજનેરી કોલેજ તથા સાગબારા તાલુકામાં આદર્શ નિવાસી શાળા ખાતે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા રૂબરૂ મુલાકાત લીધી હતી આરોગ્ય વિભાગના સ્ટાફને દર્દીઓ સાથે સારવાર માટે જરૂરી સાધનસામગ્રી બાબતે ચર્ચાઓ કરી હતી. અને કોરોના કેર સેન્ટર સુધી વધુને વધુ લોકો આવી સારવાર કરાવે એવી અપીલ કરી હતી.અત્રે નોંધનીય છે કે અગાઉ પણ મહેશ વસાવાએ કોરોના સારવાર માટે જરૂરી સાધનસામગ્રી માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૨૫ લાખની ફાળવણી કરી હતી.
રિપોર્ટ : jyotiદેડીયાપાડા, સાગબારા તાલુકાના કોરોના કેર સેન્ટરની ધારાસભ્યએ મુલાકાત લીધી.
સરકારી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને તાત્કાલીક ધોરણે સારવાર મળી રહે તેવી સૂચના આપી.
રાજપીપળા, તા. 6
હાલ નર્મદામાં કોરોનાના કેસો વધી રહ્યા છે.અને રોજેરોજ મોતના આંકડા પણ વધી રહ્યા છે.ત્યારે તેને કંટ્રોલ કરવા તંત્ર સફળ થતું નથી. ખાસ કરીને દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પણ કોરોના ના કેસો વધ્યા છે.અને લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા કોરોનાના દર્દી ઓને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે હેતુથી દેડીયાપાડા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, કૃષિ ઈજનેરી કોલેજ તથા સાગબારા તાલુકામાં આદર્શ નિવાસી શાળા ખાતે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા રૂબરૂ મુલાકાત લીધી હતી આરોગ્ય વિભાગના સ્ટાફને દર્દીઓ સાથે સારવાર માટે જરૂરી સાધનસામગ્રી બાબતે ચર્ચાઓ કરી હતી. અને કોરોના કેર સેન્ટર સુધી વધુને વધુ લોકો આવી સારવાર કરાવે એવી અપીલ કરી હતી.અત્રે નોંધનીય છે કે અગાઉ પણ મહેશ વસાવાએ કોરોના સારવાર માટે જરૂરી સાધનસામગ્રી માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૨૫ લાખની ફાળવણી કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા