વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક: બાવળામાં નો ફલાઈંગ ઝોનમાં ડ્રોન ઉડાડતા ત્રણની ધરપકડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ફકત ૭ દિવસ દૂર છે, ત્યારે ભાજપ સહિત તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવા તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. જે અંતર્ગ અમદાવાદના બાવળામાં પણ વડાપ્રધાન મોદીએ જંગી જનમેદનીને સંબોધી હતી. જો કે આ દરમિયાન વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. નો લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ અંગે પ્રા વિગતો મુજબ, વડાપ્રધાન મોદી બાવળામાં જાહેર સભાને સંબોધન કરી રહ્યાં હતા, ત્યારે સભા સ્થળની નજીક વીડિયો રેકોડિગ માટે એક ખાનગી ફોટો ગ્રાફરે ડ્રોન ઉડાવ્યું હતુ. વડાપ્રધાન મોદીની રેલી દરમિયાન અજાણ્યું ડ્રોન દેખાતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ હતી. આખરે એસપીજીની ટીમે ડ્રોનને નીચે ઉતરાવી દીધુ હતુ. આ સમગ્ર મામલે પોલીસે ડ્રોન કબજે કરીને ૩ લોકોની ધરપકડ કરી છે. જેમની ઓળખ કાળુભાઈ, નિકુલ પરમાર અને રાજેશ પ્રજાપતિ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ડ્રોનમાં કોઈ વિસ્ફોટક પદાર્થ નથી મળી આવ્યો. હાલ તો પોલીસે વડાપ્રધાન મોદીની રેલી દરમિયાન નો લાઈંગ ઝોનના જાહેરનામાના ઉલ્લંઘન કરવા સંદર્ભે એફઆઈઆરનોંધીને આગળની તપાસ હાથ ધરી છે.