💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા કાલરીયા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ભૂલકાનું ઓટો રીક્ષામાં ભૂલાયેલ દફતર બેગ નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._*

💫 _અરજદાર સુમિતાબેન પરમારનો પુત્ર જૂનાગઢની કાલરીયા સ્કૂલમાં અભ્યાસ કરતો હોય અને સુમિત્રાબેન તેમના પુત્રને સ્કૂલેથી પરત લઈ અને ઓટો રીક્ષામાં જતા હોય ઓટો રીક્ષામાંથી ઉતરી ગયા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમના પુત્રનું દફતર બેગ ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ છે, જેમાં તેમના પુત્રના અભ્યાસ અર્થેના અગત્યના પુસ્તકો તેમજ હોમ વર્ક કરેલ પુસ્તકો વિગેરે જેવી અભ્યાસ અર્થેની વસ્તુઓ હતી. સુમીતાબેન દ્રારા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ.એસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન એમ. વધાસીયા પો.કોન્સ. વીપુલભાઈ ચુડાસમા, એન્જી. પાયલબેન સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સુમીતાબેન અને તેનો પુત્ર જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્પષ્ટ નજરે પડેલ. સુમિતાબેન જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા સુમિતાબેન અને તેમનો પુત્ર જે ઓટો રીક્ષામાં બેઠેલ, CCTV ફૂટેજ આધારે તે ઓટો રીક્ષાનો નંબર GJ 24 E 0285 શોધી કાઢવામાં આવેલ._

💫 _તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલકનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતુ અને રીક્ષા ચાલકને નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પોલીસ સ્ટાફ દ્રારા પૂછ પરછ કરતા તેમને પોતાની ઓટો રીક્ષામાં કાલરીયા સ્કૂલથી બેઠેલ કોઈ પેસેન્જરનું દફતર બેગ ભુલી ગયેલ હતા તેવું જણાવેલ._

_જૂનાગઢ પોલીસ દ્વારા સુમીતાબેનના પુત્ર કે જેની ચાલુ વર્ષ દરમ્યાન કરેલ મહેનતના પુસ્તકો, ચોપડા વિગેરે વસ્તુ સહિતનું દફતર બેગ ગણતરીની કલાકોમાં પરત કરેલ હતું. નેત્રમ શાખા દ્વારા પોતાનું ખોવાયેલ દફતર બેગ શોધી પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને *વિદ્યાર્થી ભૂલકા દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફને Thank you Police uncle કહી આભાર વ્યક્ત કર્યો હતો….*_

💫 _*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *નેત્રમ શાખા દ્વારા વિદ્યાર્થીનું દફતર બેગ ગણતરીની કલાકોમાં પરત અપાવી,* સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…_