જેએમસીના નાયબ કમિશનર દ્વારા સીસી રોડની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી.
જીએનએ જામનગર:જામનગર મહાનગરપાલિકાના સિવિલ વિભાગ દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી બાદ જામ્યુંકોના નાયબ કમિશનર તથા સીટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાની દ્વારા સીસી રોડના કામનું રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા ના સિવિલ વિભાગ દ્વારા શહેરના વોર્ડ નંબર 16 માં આશીર્વાદ દીપ સ્કૂલથી અલખધણી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ તેમજ કૃણાલ પાર્ક શેરી નંબર 1માં સી.સી. રોડના કામકાજ નું રીબાઉન્ડ હેમર ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી , તેમજ વોર્ડ નંબર 5માં પંચવટી સોસાયટી મેઇન રોડ અને મારુતિનંદન સોસાયટી શેરી નંબર 3માં સીસી રોડના કામનું રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન સિવિલ વિભાગના નાયબ એન્જિનિયર શ્રી હિતેશ પાઠક સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.