*જામનગરની સજૂબા ગર્લ્સ હાઇસ્કુલમાં સાઇબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો*
જીએનએ જામનગર: ગુજરાત સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ દ્વારા દર મહિને ગુજરાતની શાળા કોલેજમાં સાઇબર ક્રાઇમ અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવે છે.
જામનગર ખાતે આવેલ માં શ્રી સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ માટે સાઇબર ક્રાઇમ અવેનરનેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાઇબર વોલ્યન્ટર હેમાંશુભાઈ પરમારએ સાઇબર ક્રાઇમ વિશે જાણકારી આપી તેમજ વિવિધ પ્રકારના સાઇબર ક્રાઇમ તેની સામે કેવી રીતે બચવું. તેમજ વિવિધ કાયદાકીય માર્ગદર્શન શાળાની વિદ્યાર્થીનીઓને આપ્યું હતું. આ તકે જામનગર સિટી B ડિવિઝન ના કોન્સ્ટેબલ બહેન ગીતાબહેન ગોજીયાએ વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયાના દુરુપયોગ તેમજ વિવિધ કાયદાકીય સમજ આપી હતી.
આ તકે શાળાના આચાર્ય ડૉ. બિનાબહેન દવેએ વિદ્યાર્થિનીઓને હાલમાં મોબાઈલના દુરુપયોગ તેમજ બહેનો અભ્યાસની ચિંતા કરે તેના ગુણ વધે તેવુ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે શાળાના શિક્ષકો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.