વડાપ્રધાનને આવકારવાં ભરૂચ જિલ્લો સજ્જ વડાપ્રધાનનાં કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ
✍️ મનિષ કંસારા
ભરૂચ: આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભરૂચ જિલ્લાનાં જંબુસર ખાતે 1 કરોડનાં ખર્ચે દેશના પ્રથમ બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીઝ પાર્કની સ્થાપના માટે સરકારે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી.
જે અંતર્ગત ભરૂચ જિલ્લાનાં જંબુસર તથા આમોદ ખાતે વિવિધ પ્રકલ્પો નાં લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમો અને જાહેરસભા યોજાનાર છે, ત્યારે વડાપ્રધાનને આવકારવાં ભરૂચ જિલ્લો સજ્જ બન્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ છે.
જંબુસરથી 12 કીમી નાં અંતરે આવેલા આમોદ રેવા ખાંડ ઉદ્યોગ ખાતેનાં વિશાળ મેદાનમાં તેમજ આસપાસનાં વિસ્તારમાં લોકોને બેસવાં, પાણી, સેનિટેશન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આમોદ ખાતે વડાપ્રધાન જંગી મેદનીને સંબોધવાના છે, ત્યારે મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવાં માટે વિશાળ જગ્યામાં ડોમ બાંધવામાં આવી રહ્યો છે.
આમ, ભરૂચમાં આગામી 10 મી ઓક્ટોબરે ગુજરાતનાં પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાની મુલાકાતે આવવાના છે, ત્યારે તેમની મુલાકાતના સંદર્ભે જિલ્લા વહીવટતંત્રમાં કામગીરીનો ધમધમાટ દેખાઈ રહ્યો છે. તો બીજી બાજુ ભરૂચના લોકો પણ ગુજરાતના પનોતા પુત્રના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.