શ્રી અબોટી બ્રાહ્મણ સમાજનું પ્રથમ મહા જ્ઞાતિ સંમેલન અમદાવાદ ખાતે યોજાશે.

જીએનએ અમદાવાદ: અબોટીબ્રાહ્મણ સમાજનું પ્રથમ મહા જ્ઞાતિ સંમેલન અમદાવાદ ખાતે યોજાશે. આ મહા સંમેલનમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે શરદ પૂનમના રોજ એટલે કે તા. 9.10.2022 ના રવિવારના રોજ માંગલ્ય વાટીકા, સોલા ભાગવતના ગેટ પાસે, ગુજરાત હાઇકોર્ટ પાસે, અબાટી બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રથમ વખત એક મહા સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પણ ઉપસ્થિત રહેવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. બપોરે 4 કલાકે આ મહા સંમેલનની શરૂઆત થશે જેમાં રાત્રે 8.30 કલાકે રસ ગરબાના કાર્યક્રમનું ભવ્ય આયોજન રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબોટી બ્રાહ્મણ અમદાવાદ – ગાંધીનગર સમિતિના યોગેશભાઈ અને પુરષોત્તમભાઈ જોશી, ભાવેશભાઈ અને મનોજભાઈ ઓડેદરા અને શરદભાઈ કોઠારીના સુંદર સંચાલન અને માર્ગદર્શન હેઠળ આ સંમેલનનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે.