અખબારી યાદી

તા. ૦૧/૧૦/૨૦૨૨

————————–

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે વેલસ્પનના

સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

૦૦૦૦૦૦૦

ભૂકંપ બાદ કચ્છમાં થયેલ ઓદ્યોગિકરણ થકી સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં આવ્યો છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

કચ્છની ઐતિહાસિક ધરતી પર ઔદ્યોગિક ક્રાંતિના દર્શન કરવા આવ્યો છું

– જલ શકિત મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

૦૦૦૦૦૦૦૦૦

માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજરોજ તારીખ ૧લી ઓકટોબરના રોજ કચ્છની મુલાકાતે છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તથા કેન્દ્રિય જલ શક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રેરક ઉપસ્થિતમાં અંજાર સ્થિત વેલ્સપન કંપનીના ૨૯૦ કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ડિજીટલ યુગમાં ભારતનું યોગદાન મહત્વનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે ગ્રોથ એન્જિન બન્યું છે. કચ્છના વિકાસમાં સહભાગી બનેલું વેલસ્પન ગૃપ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ કચ્છમાં થયેલ ઓદ્યોગિકરણ થકી સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. જેમાં વેલસ્પન ગૃપે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રિય જલ શક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, હું કચ્છની ઐતિહાસિક ધરતી પર ઔદ્યોગિક ક્રાંતિના દર્શન કરવા આવ્યો છું. પ્રકૃતિની માર પછી કચ્છની કાયાપલટ કરવાનું જે સ્વપ્ન હતું તે ખરેખર સાર્થક બન્યું છે. કચ્છ આજે ઊર્જાના નિર્માણ માટે સમગ્ર વિશ્વ માટે એ.પી.સેન્ટર બની રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે આવનારી સદી હવે ભારતની હશે. વિશ્વના અન્ય દેશ હવે ભારતમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે છેવાડાના વિસ્તારોને યાતના માંથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છોડાવ્યા છે.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ વેલસ્પન ટેકસ્ટાઈલ પ્લાન્ટ સહિત વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ તકે, વેલસ્પન ગૃપના ચેરમનેશ્રી બાલકિશન ગોયંકા, મેનેજિંગ ડિરેકટરશ્રી રાજેશ મંડાલેવાલા તથા રાહુલ યેનુનકર સહિતનાઓએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, પૂર્વ મંત્રી તથા અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ વગેરે જોડાયા હતા.

0 0 0 0 0