આયુષ દાન અને નેત્રદાન સૌથી મોટી સેવા છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્ય
લાયન્સ ક્લબ ઓફ માધાપર દ્વારા ભુજ લાયન્સ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દ્રષ્ટિ સેવા કેમ્પ યોજવામાં આવ્યો
ભુજ, શનિવાર
લાયન્સ ક્લબ ઓફ માધાપર પરિવાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે 126 મો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન દ્રષ્ટિ સેવા કેમ્પ આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શ્રી પાટ હનુમાનજી મંદિર માધાપર ની પ્રેરણાથી સ્વ. ભીમજીભાઈ કુંવરજીભાઈ લાલજીયાણી તથા સ્વ. વાલજીભાઈ ભીમજીભાઈ કુંવરજીભાઈ લાલજીયાણીના આત્મશ્રેયાર્થે યોજાયેલા કેમ્પનો સવાસોથી વધુ દર્દીઓ લાભ લેશે. કેમ્પનું ઉદઘાટન ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્ય તથા દાતાશ્રી પુરીબેન દેવરાજભાઈ ખોખાણી એ કર્યું હતું
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, લાયન્સ હોસ્પિટલ દાતાઓના સહકારથી દર્દીઓને દ્રષ્ટિ આપવાનું તથા આયુષદાન આપવાનું સુંદર કામ કરી રહી છે. અત્યાર સુધી અહીં૩૪૦૦૦ નિશુલ્ક આંખના ઓપરેશન તથા ૧ .૫૦ લાખ ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ જરૂરતમંદ લોકો માટે છાયારૂપ છે. તેમણે દાતા પરિવારને બિરદાવીને જણાવ્યું હતું કે , અહીં ખર્ચાયેલ રૂપિયો ઊગી નીકળે છે ત્યારે વધુમાં વધુ દાતાઓ દર્દીઓની સેવા માટે આગળ આવે તે કલ્યાણકારી બાબત છે . તેમણે આ પ્રસંગે આયુષ્માન કાર્ડ અંગે લોકોને જાણકારી આપીને લોકોને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે દાતાશ્રી દંપતી દેવજીભાઈ તથા રાધાબેન દબાસીયા એ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીન ભેટ આપવાની જાહેરાત કરી હતી જેને હોસ્પિટલે વધાવી લીધી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા સર્વશ્રી અગ્રણીઓ પ્રવીણભાઈ ખોખાણી, ભરતભાઈ મહેતા ,અમીર ફજવાની, શિવજીભાઈ મોઢ, શક્તિસિંહ જાડેજા , શામજીભાઈ કેરાઈ, હિતેશભાઈ ખંડોલ , દેવજીભાઈ વરસાણી, નિયતિબેન પોકાર રસિક બા ગઢવી તથા ટ્રસ્ટીગણ તેમજ મોટી સંખ્યામાં હોસ્પિટલના કર્મચારીઓ તથા કેમ્પના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા વરસાણી