ખાસલેખ – PMJAY-MA યોજના-૨૦૨૨ કચ્છમાં PMJAY-MA યોજના અંતર્ગત રૂ. ૧૨૭ કરોડની સારવારનો લાભ ૫૧૩૦૫ લાભાર્થીઓને છેલ્લા ત્રણ વર્ષમાં મળ્યો
કચ્છ જીલ્લામાં હાલ ૧૨૨ (૯૬ સરકારી અને ૨૬ ખાનગી) જેટલી હોસ્પિટલો યોજના સાથે સંલગ્ન
“આપકે દ્વાર આયુષ્યમાન કાર્યક્રમ “અંતર્ગત તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી
જીલ્લામાં ૩૪૬૦૦૦ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા
આ યોજનાની નજીકના સરકારી હોસ્પિટલ અથવા યોજનાના ટોલ ફ્રી નંબર- ૧૦૪/ ૧૪૫૫૫/૧૮૦૦૨૩૩૧૦૨૨ પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે
ભુજ, શુક્રવાર
PMJAY-MA યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં રૂ. ૧૨૭ કરોડની સારવારનો લાભ ૫૧૩૦૫ લાભાર્થીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં લીધેલ છે. કચ્છ જીલ્લામાં હાલ ૧૨૨ (૯૬ સરકારી અને ૨૬ ખાનગી) જેટલી હોસ્પિટલો યોજના સાથે સંલગ્ન છે. આજે જાણીએ PMJAY-MA યોજનાની માહિતી.
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે “મા” યોજના તા. ૪/૯/૨૦૧૨ થી અમલમાં મુકેલ છે. જેનો વ્યાપ વધારી મધ્યમ વર્ગના પરિવારો માટે “મા વાત્સલ્ય યોજના” તા. ૧૫/૮/૨૦૧૪ થી અમલી કરેલ છે. આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂા. ૫ (પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવા માટે તા. ૨૩/૦૯/૨૦૧૮ થી અમલી છે. તા. ૫/૦૮/૨૦૨૧ થી “મા” તથા “માં વાત્સલ્ય” યોજના અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને ‘પી.એમ.જે. એ.વાય. -મા યોજનાનું સંયુક્ત નામ આપવામાં આવેલ છે.
પી.એમ.જે.એ.વાય-મા” યોજના હેઠળ પ્રાયમરી, સેકન્ડરી તેમજ ટર્શરી બીમારી માટે કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂા. ૫,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા પાંચ લાખ) સુધીની નિયત કરેલ પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની કેશલેસ સારવાર મળવાપાત્ર છે. PMJAY-MA યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં કચ્છમાં ૨૧૭૮૩ જેટલા લોકોને નવું આયુષ્ય મળ્યું છે.
કુટુંબ દીઠ વાર્ષિક રૂા. ૫ (પાંચ) લાખ સુધીનું વિનામૂલ્ય આરોગ્ય ક્વચ.
કચ્છ જીલ્લામા PMJAY-મા યોજના અંતર્ગત ૩૪૬૦૦૦ જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જે માટે શહેરી વિસ્તારમાં વોર્ડ વાઈઝ અને ગામડાઓમાં ગામ વાઈઝ કેમ્પોનું આયોજન કરી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષમાં કુલ ૮૪૦૫૩ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
એપ્રિલ થી સપ્ટેમ્બર માસ ૨૦૨૨ સુધી ૮૪૦૫૩ આયુષ્યમાન કાર્ડ બનાવેલ છે.
કચ્છ જીલ્લામાં PMJAY-MA યોજના અંતર્ગત કોઈ લાયક લાભાર્થી યોજનાના કાર્ડથી વંચિત ના રહે અને તમામ લાયક કાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે જીલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, યોજનાના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલો, ઈ-ગ્રામ સેન્ટરો (ગ્રામ્ય કક્ષાએ), સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એજન્સી જેવી કે n-કોડ, colorplast, CSC, UTI ITSL ના દ્વારા કાર્ડ બનાવવાની કામગીરી ચાલુમાં છે.
PMJAY-MA યોજનાનો લાભ લેવા માટે આયુષ્યમાન કાર્ડ હોવું ફરજીયાત છે.
મા અને મા વાત્સલ્ય કાર્ડ દ્વારા સીધું જ આયુષ્યમાન કાર્ડ મા રૂપાંતરિત કરાવી આયુષ્યમાન ભારત યોજનાઓ લાભ લઇ શકાશે. જે માટે જરુરી ડોક્યુમેન્ટ્સ આ છે.
૧ મા અથવા મા વાત્સલ્ય કાર્ડ
૨ રાશનકાર્ડ
૩ આધાર કાર્ડ
KYC આધાર કાર્ડ દ્વારા થતું હોઈ લાભાર્થી કુટુંબના તમામ સભ્યોએ રૂબરૂ આવવું જરુરી છે. મા વાત્સલ્યના સમાવિષ્ઠ તમામ લાભાર્થીઓનું એક સાથે જ KYC કરી શકાશે.
જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ, SDH, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સંલગ્ન ખાનગી હોસ્પિટલ, (n) કોડ એજન્સી, CSC, કલરપ્લાસ્ટ, UTI ITSL સેન્ટર ખાતે તદ્દન મફતમાં આયુષ્યમાન કાર્ડ અને ઈ- ગ્રામ (ગ્રામ્યકક્ષા) એ સરકારશ્રી દ્વારા નિયત કરેલ નજીવા ખર્ચ દ્વારા આયુષ્યમાન કાર્ડ મેળવી શકાશે.
લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ “આપકે દ્વાર આયુષ્યમાન કાર્યક્રમ “અંતર્ગત તમામ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવે છે.
કચ્છ જીલ્લાના લાભાર્થીઓને સરળતાથી આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે ગ્રામીણ વિસ્તારમાં ઈ- ગ્રામ સેન્ટર અને સરકારી હોસ્પિટલો અને જોડાયેલ ખાનગી હોસ્પિટલો ખાતેથી આયુષ્યમાન કાર્ડ બનાવી શકાશે. શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે.
કચ્છ જીલ્લામાં PMJAY-મા યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં ૨૧૭૮૩ જેટલા લાભાર્થીઓએ કુલ – રૂ.૫૭,૬૭,૦૨,૯૧૮/- જેટલી આરોગ્ય સેવાનો લાભ લીધેલ છે. અને છેલ્લા ૩ વર્ષમાં ૫૧૩૦૫ લાભાર્થીઓએ કુલ રૂ. ૧૨૭/- કરોડ જેટલો સારવારનો લાભ લીધેલ છે.
કચ્છ જીલ્લામાં હાલે ૧૨૨ (૯૬ સરકારી અને ૨૬ ખાનગી) જેટલી હોસ્પિટલો યોજના સાથે જોડાયેલ છે. જોડાયેલ હોસ્પિટલોમાં મંજુરી અપાયેલ ક્લસ્ટર અંતર્ગત લાભાર્થી યોજનાનું કાર્ડ આપી સારવારનો લાભ મેળવી શકે છે. જેની યાદી આ મુજબ છે.
PMJAY-MA યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોની યાદી- કચ્છ
જાગૃતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અંજાર જનરલ સર્જરી, ઓર્થોપેડિક ,સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ અંજાર નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર ,સેવા નિધિ ટ્રસ્ટ હોસ્પિટલ અંજાર નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર ,ડિવાઈન લાઈફ હોસ્પિટલ આદિપુર, ગાંધીધામ કિડનીની સારવાર, ડાયાલીસીસ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, જોઈન્ટ રીપ્લેસમેન્ટ, નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર ,હરિ ઓમ ટ્રસ્ટ હોસ્પિટલ આદિપુર, ગાંધીધામ ઓર્થોપેડિક, ડાયાલીસીસ ,વિનાયક હોસ્પિટલ આદિપુર, ગાંધીધામ નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર ,તપ ઓર્થોપેડિક હોસ્પિટલઆદિપુર, ગાંધીધામ ઓર્થોપેડિક ,તન્મય ચિલ્ડ્રન હોસ્પિટલ આદિપુર,ગાંધીધામ ,નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર ,સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ-ગાંધીધામ કીડની, કેન્સર અને હૃદયની સારવાર ,માતૃ સ્પર્શ હોસ્પિટલ નખત્રાણાનવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર , શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ભચાઉ-ડાયાલીસીસ, ઓર્થોપેડિક , શ્યામ મેડીકેર હોસ્પિટલ ભુજ ગાયનેક, જનરલ મેડીસીન, જનરલ સર્જરી અને નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર ,ગેઇમ્સ ટીચિંગ હોસ્પિટલ (અદાણી હોસ્પિટલ), નાણાવટી હોસ્પિટલ ભુજ કિડનીની સારવાર ,એકોર્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ કિડની, હૃદય ની સારવાર, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ડાયાલીસીસ ,એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ ભુજ ડાયાલીસીસ ,કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલ ભુજ, આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ માંડવી ઓર્થોપેડિક, કિડનીની સારવાર, જનરલ સર્જરી, જોઈન્ટ રીપ્લેસમેન્ટ ,મુન્દ્રા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ ,મુન્દ્રા ઓર્થોપેડિક, કિડનીની સારવાર, જનરલ સર્જરી, નેઓ લાઇફ ચિલ્ડ્રન હોસ્પિટલ-માંડવી, નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર ,જનકલ્યાણ મેડિકલ સોસાયટી હોસ્પિટલ-મુન્દ્રાડાયાલીસીસ , અદાણી હોસ્પિટલ્સ મુન્દ્રા પ્રાઇવેટ લિમિટેડ મુન્દ્રા જનરલ સર્જરી, આંખની સારવાર, ઓર્થોપેડિક , માતૃ સ્પર્શ હોસ્પિટલ સામખિયારી,ભચાઉ નવજાત શિશુઓની ગંભીર બીમારીની સારવાર, અંજુરાની અરોગ્યમ હોસ્પિટલ -ગાંધીધામ ડાયાલીસીસ ,સેન્ટ જોસેફ ટ્રસ્ટ હોસ્પિટલ -ગાંધીધામ ડાયાલીસીસ ,સુશ્રુષા ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાપર ડાયાલીસીસ
ઉલ્લેખનીય છે કે આ સાથે કચ્છ જીલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. આ યોજનાઓ વિશે વધુ માહિતી માટે નજીકના સરકારી હોસ્પિટલ અથવા યોજનાના ટોલ ફ્રી નંબર- ૧૦૪/ ૧૪૫૫૫/૧૮૦૦૨૩૩૧૦૨૨ પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે એમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જનક માઢકે જણાવ્યું છે.
હેમલતા પારેખ