મેડિસ્કવેર દ્વારા વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવામાં આવી

જીએનએ અમદાવાદ: વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે મેડીસ્ક્વેર સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા સદવિચાર પરિવારની સહયોગિતામાં કેન્સર વિશે જાગૃતતા ફેલાવવામાં આવી હતી અને આ વિશે લોકોને માહિતગાર કરાયા હતા.

 

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદની મેડીસ્ક્વેર સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વ્રારા કેન્સરના રોગ વિશે જાગૃતતા ફેલાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. સદવિચાર પરિવાર સાથેની સહયોગિતામાં આયોજિત કરાયેલા આ સેમિનાર કેન્સરના 100થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેઓને શહેરના જાણીતા ડીએમ ઓન્કોલોજીસ્ટ ડૉ. એક્તા વાળા ચંદારાણા દ્વારા કેન્સરના રોગમાં રાખવામાં આવતી તકેદારી, માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવું, દર્દીના પરિવારે દર્દીની સારસંભાળ માટે શું ધ્યાનમાં રાખવુ સહિતની માહિતી પુરી પાડી હતી. કેન્સર વિહોણા વિશ્વ માટેની નેમ સાથે વિશ્વ કેન્સર દિવસ 2023ની ઉજવણી કરવા માટે આયોજિત આ સેમિનારમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, જાણીતા લેખક પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, પદ્મશ્રી ડૉ. પંકજ શાહ, જીટીપીએલ ચેનલ હેડ દેવાંગ ભટ્ટ, ડૉ. પાર્થ વૈષ્ણવ, અર્ચના ચૌહાણ, ડૉ. મિતેષ ચંદારાણા, ડૉ. એક્તા વાળા ચંદારાણા અને કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારના સભ્યો એક છત નીચે એકત્ર થયા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપી જાગૃતતા ફેલાવી હતી. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ઓન્કોલોજીસ્ટ ડૉ. એક્તા વાળા ચંદારાણાએ આ વિશે વધુ માહિતી આપી હતી.