અમદાવાદ ખાતે દિગ્ગજ ગાયક કલાકારોના જમાવડા સાથે સ્વેગ દાંડિયા ધમાલનું થશે ભવ્ય આયોજન

જીએનએ અમદાવાદ: કોરોનના 2 વર્ષના લાંબા ગાળા બાદ નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે સ્વેગ સ્વેગ દાંડિયા ધમાલ 2022નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં દિગ્ગજ ગાયકો અરવિંદ વેગડા, દેવાંગ પટેલ, પ્રહર વોરા, પાયલ વૈદ્ય તેમજ અન્ય કલાકારોના સુર અને સંગીત સાથે ખેલૈયાઓને ગરબે ઝૂમશે.

ગુજરાતીઓ દરેક તહેવારની વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ નવરાત્રિ એક એવો તહેવાર છે, જે ગુજરાતીઓના હૃદયમાં ધબકાર બનીને ધબકે છે. હવે જ્યારે આદ્યશક્તિ માઁ અંબાના આરાધાના અને ઉપાસનાના પર્વ નવરાત્રીને આગમનની ઘડીઓ ગણાઇ રહી છે, 2 વર્ષ બાદ ગુજરાતમાં નવરાત્રી થવા જઈ રહી છે તયારે ખેલૈયાઓ પણ ગરબા રમવા થનગની રહ્યા છે ગુજરાત ભરમાં આયોજકો કાંઈક અલગ જ કરવાની હોડ સાથે નવરાત્રીની તૈયારીઓમાં જોડાયેલા છે ત્યારે અમદાવાદ ખાતે દિવા ઈવેન્ટસ અને સાફલ્ય ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇમેન્ટ દ્વારા સ્વેગ દાંડિયા ધમાલ -2022’ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.

સ્વેગ દાંડિયા ધમાલ 2022 તારીખ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના ધબકતા વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ જે 6500 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે ત્યાં યોજાશે. આ પાર્ટી પ્લોટ સાઈઠ હજાર ચોરસ ફૂટનો વિશાળ ગરબે ઘૂમવા માટેનો એરિયા, લાઈન આરે સાઉન્ડ (ફ્લાઇંગ સાઉન્ડ), એલઇડી સાથેનું વિશાળ મેઇન સ્ટેજનો સમાવેશ થાય છે. આ સાથે દરરોજ જાણીતા ગાયકો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન્સ સાથેનો કાફલો ખૈલેયાઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બનશે.

 

આ દાંડિયા ધમાલના આયોજકો ઋષિલ ઠક્કર, રાજ પટેલ, દિવ્યા ઠક્કર અને મિહિર પુજારાએ અને તેમની આખી યુવા ટીમ દ્વારા ભવ્ય તૈયારીઓ અને સંચાલન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવ દિવસ ગુજરાતના જાણીતા ગાયકો પ્રહર વોરા, જ્યોતિ ક્રિશ્ચન, દેવાંગ પટેલ, રાગ મેહતા, અરવિંદ વેગડા, રવિ શાહ, પાયલ વૈદ્ય, બલરાજ શાસ્ત્રી અને ઊતા અમિપ જેવા જાણીતા સિંગર્સ ખેલૈયાઓને નવરાત્રીના નવ નવ દિવસ એક અવિસ્મરણીય અનુભવ કરાવશે.

12 થી વર્ષનો અનુભવ ધરાવતું ગુજરાતમાં જાણીતુ નામ દિવા ઈવેન્ટ્સ પૂર્વે પણ નવરાત્રીનું સફળ આયોજન કરી ચૂક્યું છે આ વખતે પારંપરિક થીમ બેઝ વેન્યૂ ડિઝાઇન અને ડેકોરેશન, એન્ટ્રી ગેટ અને પાથવે, લોભામણા ફોટો કેપ્ચરિંગ બૂથ સમગ્ર રીતે નવરાત્રી મહોત્સવના વિશ્વમાં લઇ જવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, ગરબા પછી મુલાકાતીઓ વિવિધ વાનગીઓના સ્વાદનો આનંદ ઉઠાવી શકે તે માટે વિશેષ રીતે ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવી છે જેમાં 10 થી વધુ હાઈ ક્વોલિટીના ફૂડ સ્ટોલ હશે. અમદાવાદ ખાતે પત્રકારોને આ દાંડિયા ધમાલ વિશે આયોજક મિહિરભાઈ પુજારા એ પત્રકારોને માહિતી આપી હતી તો પ્રસિદ્ધ પટેલ રેપ ગાયક દેવાંગ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દવારા આ વર્ષે ખેલૈયાઓને ગરબામાં શુ પીરસવામાં આવશે તેની માહિતી રજૂ કરી હતી.