જામનગર સત્યસાઈ સ્કૂલના બાળકોએ 300 વર્ષ જૂની અને હાલ લુપ્ત થતી માતાની પછેડી બનાવી

જીએનએ જામનગર: જામનગર ખાતે આવેલ સત્યસાઈ સ્કૂલના બાળકો દ્વારા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતીનુ પ્રતિનિધીત્વ કરતી 300 વર્ષ જૂની અને હાલના સમયમા લુપ્ત થતી ધાર્મિક વસ્ત્ર લોક કળા “માતાની પછેડી” બનાવવામા આવી જેથી આપણી આ કળા જીવંત રહે, આ કળાના કેન્દ્રમા દેવીમાનો ઉલ્લેખ થાય છે અને બાકીના કાપડમા એમની કહાનીઓનુ સૂચન કરવામા આવે છે. ઘણા લોકો આ કળાને “કલમકારી” તરીકે પણ ઓળખે છે.

સંસ્થાના અગ્રણી એકતાબા સોઢા દ્વારા આ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે પરંપરાગત રીતે આ પછેડીઓના કપડા પર હાથથી પ્રિન્ટ કરવામા આવે છે. હાથેથી કપાયેલ કપડામા ફૂલોના કલર અને પ્રાકૃતીક કલરના ઉપયોગથી ખાલી રહેલ જગ્યા પૂરવામા આવે છે. સામન્ય રીતે આવી વિશેષ કળામાથી બનાવેલી પછેડીને મંદિરની પાછળના ભાગમા લગાવવામાં આવે છે

અને પૂજા કરાઈ છે. હાલ દેવી માતાનો જ તહેવાર એવી નવરાત્રીના દિવસો નજીક છે ત્યારે આ લોક કળા દ્વારા દેવીમા દરેકને પોતાના આશિષ આપે એવી પ્રાર્થના કરવામાં આવી. આજના સમયમાં બાળકોમાં પ્રાચીન સંસ્કૃતિ બચાવવાનો અને તેને જાળવી રાખવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા હોય તે વાત ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો અને યુવાઓ માટે ગર્વની વાત કહી શકાય.