સામજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને તા.૧૭ સપ્ટેમ્બરે અમરેલી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાશે

વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે સ્વસહાય જૂથોને ચેક વિતરણ

મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન

વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ
આયોજન અર્થે બેઠક યોજાઈ

અમરેલી તા.૧૬ સપ્ટેમ્બર,૨૦૨૨ (શુક્રવાર) જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે આવતીકાલે તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શનિવાર)ના રોજ કાર્યક્રમ યોજાશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વસહાય જૂથોને ચેક વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં કાર્યક્રમના સમગ્ર આયોજનને લઈ વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સામજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સવારે ૮.૩૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમના સ્થળે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મહિલાઓ માટે મેડિકલ ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર બી વાળા અને સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ ૦૦૦