*”પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા’’ અન્વયે*
આઈ.ટી.આઈ ખાતે કુલ ૧૭ એકમો દ્વારા ૩૫૦ જેટલા ઉમેદવારની પ્રાથમિક ધોરણે પસંદગી કરાઈ
રાજકોટ તા. ૧૨ સપ્ટેમ્બર – રાજકોટ આઈ.ટી.આઈ ખાતે યોજાયેલ “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા’’માં આશરે ૩૫૦ જેટલા ઉમેદવારની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી.
આ એપ્રેન્ટીસશીપ ભરતી મેળામાં રાજકોટના નામાંકિત ૧૭ જેટલા ખાનગી એકમો અને GSRTC નાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જે અન્વયે ૪૦૦ થી વધુ ઉમેદવારો પૈકી કુલ ૩૫૦ ઉમેદવારોની પસંદગી એપ્રેન્ટીસ તરીકે કરવામાં આવી હતી.
એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું સફળતાપૂર્વક આયોજન રાજકોટ આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી નિપુણ રાવલ, સાગર રાડિયા, એપ્રેન્ટિસ એડવાઇઝર સહદેવસિંહ ગોહિલ, રૂપેશ પરમાર, રવિન શુક્લા, નીતાબેન સહિતના ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમ આઈ.ટી. આઇના આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.