અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના સંજોગોમાં કરાઈ સફળ મોકડ્રીલ*

*જીએનએ અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા લાલદરવાજા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. ફાયર બ્રિગેડના ઓફિસરો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર સ્ટાફ અને ટાસ્ક ફોર્સ દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં આગ લાગવાના સંજોગોમાં બેંકના સ્ટાફે રાખવાની સાવચેતી અને વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે આક્સમિક પરિસ્થિતિઓમાં કરવાની કામગીરી અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી. આ ફાયર મોકડ્રીલને વધુ લાઇવ બનાવવા માટે બેંકની કેન્ટીન વિસ્તારમાં એલ.પી.જી. ગેસ બ્લાસ્ટની પરિસ્થિતી ઉભી કરીને બિલ્ડીંગના પાંચમા માળથી 4 વ્યક્તિને રેસ્કયુ કરીને બચાવવાના કામગીરીનું ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ. સમગ્ર ફાયર મોકડ્રીલ દ્વારા 600 જેટલા સ્ટાફને ખસેડવાની કામગીરીનું ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.