મુન્દ્રાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના 57 વિદ્યાર્થીઓએ સામાન્ય જ્ઞાનની કસોટી આપી

મુન્દ્રા, તા. 12: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જે સંસ્થાની કામગીરીને બિરદાવી છે એવા છેલ્લા 45 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો અભિગમ કેળવાય એવા ઉમદા ભાવથી દર વર્ષે સામાન્ય જ્ઞાન બૌદ્ધિક કસોટીનું આયોજન હાથ ધરવામાં આવે છે.

જે અંતર્ગત તાજેતરમાં મુન્દ્રાની આર.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના 57 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપકભાઈ ખરાડીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાની સમગ્ર વ્યવસ્થા કેન્દ્ર સંચાલક ડો. દેવેન્દ્રસિંહ જાડેજા તથા પ્રાધ્યાપક કાનજી ગઢવીએ સંભાળી હતી.