અમદાવાદ
ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરશન. DGP આશિષ ભાટિયાએ પ્રેસ યોજી આપી માહિતી.
ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરશન. DGP આશિષ ભાટિયાએ પ્રેસ યોજી માહિતી આપી હતી તેમના જણાવ્યા મુજબ ATS પાસે ઇન્ફોર્મેશન આવી હતી અને ત્યાર બાદ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ મદદ લેવામાં આવી અને છેલ્લા ત્રણ દિવસથી ઓપરેશન શરૂ થયું હતું. સ્થાનિક IB સાથે મળીને ઓપરેશન પાર પાડ્યુ છે. 56 કિલો હિરોઈન ઝડપી પાડવામાં આવી. ઓપરેશનમાં 9 પાકિસ્તાની કૃ મેમ્બર પકડાયા છે. પહેલા તેમને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા પૂછવમાં આવ્યું ત્યારે તમને ભાગવાનો પ્રયાસ કર્યો
ત્યાર બાદ તેમનો પીછો કર્યો અને ફાયરિંગ કર્યું જેના ત્રણ જણાને ઇજા પહોંચી. પાકિસ્તાની બોટ ને પકડી પાડવામાં આવી છે
280 કરોડની કિંમતના હિરોઈન મળી આવી. જખૌ પાસે લાવીને સીઝ કરવાની અને આગામી કાર્યવાહી કરવામાં આવશે
મુખ્ય આરોપી મુસ્તફા સ્મગ્લર છે જે કરચીનો છે જે ભારતની સીમા પર થી પકડાયા. આ 9 લોકો હેરોઇન લઇને નોર્થ બાજુ જવાની શક્યતા હતી. કોને માલ પહોંચાડવાનો હતો તે અંગે તજવીજ ચાલે છે. NCB ની ટીમની પણ મદદ લઇને કામગીરી કરી છે.