માધાપર ખાતે નાના યક્ષના દર્શન કરીને વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યે મેળાની મુલાકાત લીધી

 

ભુજ , રવિવાર

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ન યોજાયેલા માધાપરના નાના યક્ષના મેળાનું આ વર્ષે જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ,ત્યારે આજરોજ વિધાનસભા અધ્યક્ષ શ્રી ડો.નીમાબેન આચાર્યએ મેળાની મુલાકાત લઈને નાના યક્ષના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

મેળામાં વિધાનસભા અધ્યક્ષશ્રી એ લોકોને પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, નાના યક્ષનો મેળો ઐતિહાસિક મેળો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો યોજી શકાયો નહોતો . પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થઈ જતા જુનાવાસ ગ્રામ પંચાયતે ખૂબ જ મહેનત કરીને આ મેળાનું આયોજન કર્યું છે .

ત્યારે સૌ ગ્રામ વાસીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકો આ મેળાને મહાલે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે નાના યક્ષના દર્શન કરીને કચ્છ પર તેમની મહેર બની રહે તેવા આશીર્વાદ માંગ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી પારુલબેન કારાએ જણાવ્યું હતું કે, આજે લાંબા સમય પછી યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે, ત્યારે આ મેળો સૌ લોકો માટે ઉત્સાહ પ્રેરક બન્યો છે. તેમણે લોકોને મન મૂકીને મેળાને માણવા માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જુનાવાસ પંચાયતના સર્વશ્રી અગ્રણી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.