તારીખ – 11/09/2022
વિષય – મહિલા સુરક્ષા અભિયાન શિબિર
આજ રોજ શિવાલય રેસીડેન્સી ખાતે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ઇકવિતાસ ફાઉન્ડેશન અમદાવાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ 181 મહિલા અભિયમ ની ટીમ દ્વારા મહિલા સુરક્ષા જાણકારી માટે શિબિર નું આયોજન કરવામાં આવ્યું
જેમાં 181 અભ્યમ નાં શ્રી.સોનલબેન અને તેમની ટીમ દ્વારા મહિલા સુરક્ષા ની વિવિધ જાણકારી આપવામાં આવી 181 મહિલા હેલ્પલાઇન ક્યારે અને કેવી રીતે મહિલા ની સુરક્ષા કરે છે
તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી આ ખાસ પ્રસંગે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા હાજર રહ્યા . ઉપ પ્રમુખ શ્રી જમના બેન. વેગડા.ખજાનચી .શ્રી ભાણજી ભાઈ મકવાણા હાજર રહ્યા
તેમજ ઇકવીટાસ ફાઉન્ડેશન નાં શ્રી મિલન વાઘેલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યા માં બહેનો એ હાજર રહી આ શિબિર ને સફળ બનાવ્યો