*હૃદય રોગના હુમલા બાદની સારવાર અંગે આઇટીઆરએ દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરાશે*
*જીએનએ જામનગર* જે દર્દીઓને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેમજ હૃદય રોગની બીમારી પછી જોવા મળતા લક્ષણો જેમ કે શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુઃખાવો રહેતો હોય- જો આવા લક્ષણો જોવા મળતા હોય તો તેવા દર્દીઓ માટે હૃદયની ક્ષમતા વધે તે માટે આયુર્વેદ યુનિવર્સીટીના આઇટીઆરએ હોસ્પિટલના કાયચિકીત્સા વિભાગ દ્વારા આગામી તા. ૭ અને ૮ સપ્ટેમ્બર, સવારે ૯થી ૧૨ કલાક દરમિયાન ઓપીડી નંબર ૧૩, આટીઆરએ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે નિદાન ઉપરાંત સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે આર.એમ. ઓ. શ્રી ડો. જોયલ પટેલ, ITRA દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.