મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
રતાડીયા (ગણેશવાલા),
તા.02/09/2022
મુન્દ્રા તાલુકાના રતાડીયા (ગણેશવાલા) ગામે ગણેશ નગરી ખાતે ગજાનંદ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉત્સાહ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દરરોજ ધાર્મિક સતસંગ, સત્યનારાયણ ભગવાનની કથા, આરતી, રાસ, ધુન તથા રાત્રે ભજન, દાંડિયારાસ જેવા અવનવા કાર્યક્રમો યોજી છેલ્લા પાંચ વર્ષથી ભગવાન ગણેશજીની સ્તુતિ વંદના કરવામાં આવે છે.