*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની તસવીર સાથે કલ્યાણકારી યોજનાઓ શર્ટ પર પ્રિન્ટ કરી જનજાગૃતિનો અનોખો પ્રયાસ*
વડાપ્રધાનશ્રી આજે કચ્છના પ્રવાસે છે ત્યારે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પાછળના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સભામાં લાખો લોકો ઉત્સાહ સાથે ઉમટ્યા હતા.
પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત માટેનો ઉત્સાહ અનેક લોકોએ વિવિધ રીતે પ્રદર્શિત કર્યો હતો. ગાંધીધામના નાગરિક સંજય ગોસાઈએ લોકજાગૃતિના સંદેશ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની તસવીર તેમજ વિવિધ સરકારી યોજનાના લોગો શર્ટ પર પ્રિન્ટ કરાવી હતી. જેમાં સ્વચ્છ ભારત, નલ સે જલ વગેરે યોજનાના પ્રસાર સાથે બેટી બચાવોનો સંદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, આ શર્ટ એક જ દિવસમાં બનાવ્યું છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લીધી છે. તેમજ શર્ટની પાછળની સાઈડ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાફો પહેરેલી તસવીર આબેહૂબ પ્રિન્ટ કરી છે.
વડાપ્રધાન સાહેબ આપણા દેશના ગૌરવ છે એમ તેમણે ઉમેર્યું હતું.
*સંદીપ કાનાણી*
*****