સાંસદ ડૉ. કીરીટભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને SC/ST સંસદિય કલ્યાણ સમિતિ તેલંગાણા રાજ્યના પ્રવાસે પહોંચી.

જીએનએ: ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ લોકસભાના સ્પીકર શ્રી દ્વારા અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના વિવિધ રાજકીય પક્ષો માંથી લોકસભામાં સંસદ સભ્ય શ્રી તરીકે ચુંટાયેલા 20 જન પ્રતિનિધિઓ તેમજ રાજ્ય સભાના 10 સાંસદ શ્રી એમ કુલ 30 SC/ST સાંસદ શ્રીના સમુહ થકી ગઠિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદિય કલ્યાણ સમિતિ ના સતત 7 મી વખતે નિયુક્ત થયેલા ચેરમેન ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના વડપણ હેઠળની SC અને STની કલ્યાણ માટેની સંસદીય સમિતિ વિવિધ રાજ્યોમાં SC/ST સમાજના લોકો ને બંધારણીય અધિકારો થકી થઈ રહેલા વિકાસ કાર્યોની તેમજ સ્થાનિક લેવલે પડતી વહિવટી મુશ્કેલી ઓના નિવારણ માટે જાત મુલાકાત લઈ રહી છે. ત્યારે ઉત્તરાખંડ રાજ્યની મુલાકાત બાદ આજે ​​SC અને ST માટે સામાજિક-આર્થિક, શૈક્ષણિક અને અન્ય કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવા માટે મુરલીનગર ગામ, કંદુકુર, તેલંગાણા ની અભ્યાસ મુલાકાત લીધી હતી.

સમિતિના અધ્યક્ષ, ડો. (પ્રો.) કિરીટ પ્રેમજીભાઈ સોલંકીએ સમિતિના અન્ય સાંસદ સભ્યો, સમિતિના વહિવટી સ્ટાફ સહિત તેલંગાણા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવશ્રી, આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી ઉપરાંત રાજ્ય જિલ્લાના ઉચ્ચસ્તરીય અધિકારીશ્રી ઓની સાથે ગામમાં અમલમાં મુકવામાં આવેલી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. તેમજ વહીવટી તંત્રને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ઓ વગર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના લોકોને સરળતાથી સરકારી યોજનાઓ ના લાભો છેવાડાના ગામો સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું.