ત્રીજા રાઉન્ડમાં નર્મદામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી
દેડીયાપાડા તાલુકામાં બે ઇંચ (૪૭ મિ.મિ.)અને
તિલકવાડા તાલુકામાં એક ઇંચ (૨૪ મિ.મિ.) વરસાદ
નર્મદા જિલ્લામાં સરેરાશ કુલ ૧૪૭૨ મિ.મિ.વરસાદ નોંધાયો
રાજપીપલા,તા 19
નર્મદા જિલ્લામાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં બે ઇંચ (૪૭ મિ.મિ.) અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત તિલકવાડા તાલુકામાં એક ઇંચ -૨૪ મિ.મિ., સાગબારા તાલુકમાં-૨૦ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૧૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે.
નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૪૭૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે.જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની પરિસ્થિતિજોતા દેડીયાપાડા તાલુકો-૧૮૮૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૬૨૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૪૧૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૨૬૨ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૧૧૮૨ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૫.૨૫ મીટર, કરજણ ડેમ-૧૦૯.૪૮ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૬૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૫૦ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૫.૨૦ મીટર નોંધાયું છે
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા