*જન પરિવર્તન સેના ગુજરાત ટીમ દ્વારા 76 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી*

આજરોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા તેમજ 76 માં સ્વતંત્રતા દિવસની જન પરિવર્તન સેના ગુજરાત ટીમ દ્વારા અમદાવાદ શહેરના લાંભા વોર્ડના શાહવાડી વિસ્તારમાં આવેલ સુંદરમ નગર સોસાયટી ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી

તેમજ આ કાર્યક્રમમાં શાહવાડી વિરમગામના જાણીતા ઉદ્યોગપતિ શ્રી જી. જી.ચાવડા સાહેબ દ્વારા 100 બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું

તેમજ મુખ્ય મહેમાન તરીકે જન કલ્યાણ ગ્રુપ ઓફ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટરના ઓનર શ્રી પંકજભાઈ પટેલ ના વરદ હસ્તે ધ્વજ વંદનકાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ સોનારા ખુશાલીબેન નટવરલાલ વિશ્વ ભારતી વિદ્યાલય ધોરણ 10 માં પ્રથમ નંબર લાવીને બાળકોને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં શાહવાડી વિસ્તારના આગેવાનો તેમજ સુંદરમ નગર ના રહીશો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં સાથ સહકાર આપવામાં આવ્યો હતો

 

#news #update #brekingnews