*વડોદરાના સાવલી પાસે કેમિકલ ફેક્ટરી પર ATSના દરોડાઃ ડ્રગ્સનો 1000 કરોડનો જથ્થો ઝડપાયો*

વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામે આવેલી નેક્ટર કેમ્પ. ફેક્ટરીમાં સંભવિત એમડી ડ્રગ્સનું ઉત્પાદન થાય છે તેવી ગુજરાત એટીએસના ડીઆઈજી દિપેન ભદ્રનને મળેલી બાતમીને આધારે ડીવાયએસપી કે કે પટેલની આગેવાનીમાં બે ડઝન કરતાં વધુના સ્ટાફ સાથે ઓપરેશન એમડી ઘડી કાઢવામાં આવ્યું હતું.

આજે મંગળવારે સવારે ગુજરાત એટીએસની ટીમ ફેક્ટરીપર ત્રાટકી હતી અને સંભવિત એમડી ડ્રગ જેનું વજન 200 કિલો કરતાં વધુ છે જેની અંદાજીત માર્કેટ વેલ્યૂ એક હજાર કરોડ કરતાં વધુ થવા જઈ રહી છે તે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘટના બાદ એટીએસ એ તુરંત ફોરેન્સીક અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા છે. આ ઓપરેશન હજુ (આ લખાય છે ત્યારે) વધુ ચારેક કલાક સુધી ચાલે તેવી સંભાવના છે.