**જીએનએ અમદાવાદ: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. 1200 બેડમાં કાર્યરત થયેલ 10 સ્પેશિયલ રૂમમાં તમામ રૂમ ઓક્સિજનની સુવિધા સાથેના છે. જેમાં જરૂર જણાયે ગણતરીની મિનીટોમાં વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ રૂમોને આઇ.સી.યુ.માં પરિવર્તિત કરી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થાને હાથ ધરીને નિર્માણ કરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલની સેવા-સુવિધાની પ્રતિતી કરાવતો આ અભિગમ દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે. સારવાર દરમિયાન આક્સમિક પરિસ્થિતિમાં અલાયદી સારવાર અથવા સ્પેશિયલ સારવારની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ નજીવા દરે સ્પેશિયલ રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે. આગમી સમયમાં દર્દીઓની જરૂરિયાત પ્રમાણે સિવિલ કેમ્પસમાં વધુ નવા સ્પેશિયલ રૂમ આધુનિક સુવિધાઓ થી સજ્જ કાર્યરત કરવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી શ્રી એ જણાવ્યું હતુ.
Related Posts
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચ ના M.Sc.(IT) દ્વારા લા- કમ્પાસ 2023 યોજાયો ગાંધીનગર, તા.…
*રત્ન કલાકારો નાયબ મુખ્યમંત્રીના જવાબથી થયા નારાજ, કહ્યું, સરકાર એકબીજાને આપી રહી છે ખો*
રાજ્યના રત્નકલાકારો આજે ગાંધીનગર પહોચ્યા. રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ…
*ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા અખબાર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ. રક્તદાન જેવું બીજુ કોઈ દાન નથી ઃ મેયર રીટાબેન પટેલ.
હાલ કોરોનાની માહામારી વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્લડ બેંકોમાં રક્તદાનનું પ્રમાણ ખુબ ઓછુ થયેલ છે. આવા સંજાગોમાં હાલ ગાંધીનગર સિવીલ…